જુનાગઢ શિવરાત્રીનો મેળો 2023

જુનાગઢ શિવરાત્રીનો મેળો : આ મહાપર્વ પર જૂનાગઢની ભવનાથની તળેટીમાં દર વર્ષે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળામાં દેશ અને દુનિયામાંથી ભાવિભક્તો દર્શન કરવા માટે આવે છે. જણાવી દઈએ કે કે, ભવનાથમાં અનાદિ કાળથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે

ઊંચા કોટડા વાળી માં ચામુંડા વિશે

જુનાગઢ શિવરાત્રીનો મેળો ઈતિહાસ

ભવનાથનો મેળો જુનાગઢ ગિરનાર તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભગવાન ભોલેનાથ નું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે મંદિરના સ્વયંભૂ શિવલિંગની પૃષ્ઠભૂમિ અદભુત છે આ સ્થળે દામોદર કુંડ,મુર્ગી કુંડ અને ગુરુદત્ત ની ગુફાઓ પણ ખુબ જ પ્રખ્યાત છે.

આ મેળો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી મહા વદ અમાસ એમ પાંચ દિવસનો ભરાય છે ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ ની પૂજા કરવામાં આવે છે મહાપૂજાના દર્શન કરવા ભારતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા બાવાઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે

આ મહાપર્વ પર જૂનાગઢની ભવનાથની તળેટીમાં દર વર્ષે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળામાં દેશ અને દુનિયામાંથી ભાવિભક્તો દર્શન કરવા માટે આવે છે. જણાવી દઈએ કે કે, ભવનાથમાં અનાદિ કાળથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે.

દર્શને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાએ અન્નક્ષેત્ર પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હોય છે અમાવસ ૯ ના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે આ સમયે નાગાબાવાઓ હાથીઓ પર સવાર થઈ શંખધ્વનિ ધ્વની કરતા અને જયનાદ કરતા જોવા મળે છે

અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે અને મેળાનો આનંદ માણવા માટે આવે છે. ભવનાથ ના મેળા ના સંદર્ભમાં સ્કંદપુરાણમાં એક દંતકથા આવેલી છે આ દંતકથા મુજબ શિવ-પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમના દિવ્ય ઘરેણું નીચે ભવનાથ મંદિર પાસે પડી જાય છે આથી તેને વસ્ત્રાઉપુર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે

મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાઓનું સરઘસ મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવા લોકોને મોક્ષ મળે છે નવ નાથ અને ૮૪ શીધ્ધોના સ્થાનક ગિરનારના ભર્તુહરિ ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિધ્ધો રહે છે, અહીં શિવરાત્રીના દિવસે સિદ્ધ પુરુષો મૃગી કુંડમાં નહાવા માટે આવે છે વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર નથી નીકળતા

ભવનાથના મેળામાં આવતા લોકો માટે રેવાની તેમજ જમવાની સુવિધા કરવામાં આવે છે 300 થી સાડી ત્રણસો લોકો રહી શકે તેવા તંબુ પણ બાંધવામાં આવે છે, લોકોને ખરીદી માટે વિવિધ પ્રસાદ અને ચીજવસ્તુઓની દુકાનો પણ લગાવવામાં આવે છે

સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા પોતાના પ્રદર્શનો પણ યોજે છે તો મિત્રો ભવનાથનો મેળો મહાશિવરાત્રીનો મેળો મેં પણ આ વર્ષે પ્રથમવાર કર્યો પણ જાણે મને એવું થાય છે કે સાક્ષાત ભોલેનાથના દર્શન કાર્ય એવો આનંદ થાય છે.

જુનાગઢ શિવરાત્રીનો મેળો તૈયારીઓ

પ્લોટીંગ અને ઉતારા

મહાનગરપાલિકા દ્વારા ધંધા – વ્યવસાય માટે કુલ -82 પ્લોટ ફાળવવામાં આવશે . ઉતારા મંડળોને તા .10 ફેબ્રુઆરીથી વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં કુલ -37 ઉતારા મંડળો – અન્નક્ષેત્રો માટે જગ્યા ફાળવાશે .

સફાઈ કામગીરી

રાઉન્ડ ધી ક્લોક સફાઇની કામગીરી કરવા માટે 225 સફાઇ કામદાર , 17 સુપરવાઇઝર , 2 જનરલ સુપરવાઇઝર અને 1 લાઈઝીનીંગ અધિકારીને ફરજ સોંપાશે . ભવનાથમાં કુલ -9 સફાઇ રૂટ નિયત કરાયા છે . અન્નક્ષેત્રોમાંથી 6 ડોર ટ ડોર વાન મારફત ત્રણ ધ્વિસ કચરો એકત્રિત કરાશે .

પાંચ સ્થળે મોબાઈલ ટોઇલેટ

જરૂરિયાત મુજબ પાંચ સ્થળે તા .12 ફેબ્રુઆરી સુધીમાં ભારતી આશ્રમ ગ્રાઉન્ડ , મંગલનાથબાપુની જગ્યા પાસે , જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ અને કચ્છી ભવન પાસે મોબાઈલ ટોઇલેટ મુકવામાં આવશે . આ ઉપરાંત સાત જાહેર શૌચાલય રહેશે . રખડતા પશુઓને પકડવાની કામગીરી માટે કર્મચારીઓની ટીમ બનાવવામાં આવશે .

ફાયર ફાઈટર

મેળા વિસ્તારમાં રીંગરોડ , જિલ્લા પંચયત ગેસ્ટ હાઉસ , ભવનાથ પોલીસ સ્ટેશન પાસે અને ભવનાથ ઝોનલ કચેરી પર ફાયર ફાઇટર રાઉન્ડ ધ ક્લોક કર્મચારીઓ સાથે રાખવામાં આવશે .

પીવાના પાણીની સુવિધા

ભવનાથ ક્ષેત્રમાં મેળા દરમિયાન ૫૦૦૦ લીટરની ક્ષમતાવાળી કુલ 60 પીવાના પાણીની પી.વી.સી. ટાંકીઓ મુકવામાં આવશે . આ ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સુપરવિઝન પણ કરાશે .

કડક સુરક્ષા વ્યવસ્થા

પોલીસ તંત્ર દ્વારા પોલીસ , હોમગાર્ડ , એસઆરપી તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ સહિત ૨ હજારથી વધુનો સ્ટાફ બંદોબસ્ત જાળવશે , આ માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને ટ્રાકિક સહિતની સમસ્યા ન રહે તે માટે પોલીસની ટીમ આયોજન કરી રહી છે . પોલીસ વિભાગ દ્વારા પાસ માટેની કામગીરી ભવનાથ ખાતે કરવામાં આવશે .

મોબાઈલ ક્રિકવન્સી વધારાશે

ભવનાથ મેળામાં લાખો ભાવિકો આવતા હોય કોમ્યુનિકેશન જળવાય રહે તેમજ યાત્રિકોને મોબાઈલ નેટવર્ક મળી રહે તે માટે મોબાઇલ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ છે . જેમાં મોબાઈલ કોલની ફ્રિકવન્સીમાં વધારો કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે .

Leave a Comment