કદમગીરી કમળાઈ માતાજી | Kadamgiri Kamala Mataji

કદમગીરી કમલાઈ માતાજી મંદિર ખાતે પ્રથમ કમળા હુતાસણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળી ની ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી આ હોળી ૪૦ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે

હોળીના આગલા દિવસે કેમ કમળા ઉતાસણી ઉજવવામાં આવે છે તેમની પાછળનો ઇતિહાસ શું છે?

Kadamgiri Kamala Mataji

કમળા હુતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે, વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવીએ ફાગણ સુદી 14ને દિવસે અગ્નિજયોતમાં પોતાને પરિવર્તન કર્યા તેથી તે દિવસને પુરા ભારત ભરમાં કમળા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે. આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા. તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પુરાણોકત સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે. ગુજરાતમાં એક ચોથુ સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે. પણ 60-70 વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતુ હતુ.

કમળા હુતાસણી કદમગીરી

ઉલ્લેખનીય છે કે, આ ગામ ગુજરાતના 222 રજવાડાનું એક ગામ છે જેમના તાલુકદાર દરબાર વાજસુર રાવત કામળિયાના અનેક ધામિર્ક અને સામાજિક કાર્યની ધરોહર છે. અહીં આવેલા આણંદજી કલાયણજી પેઢીને જે તે સમયે ગામના વિકાસ અર્થ જમીન પણ આ ગામના રાજવીઓએ દાનમાં આપેલા. ગામનુ નામ બોદાનાનેસ માંથી કદમગીરી બદલાયુ પણ પહાડનુ નામ એનુ એજ છે. કદમવાસીની દેવીનુ તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે. આ દેવીની મુર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પુજા થાય છે.

શ્રી કમળાઈ માતાજી મંદિર કદમગીરી જ્યાં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વીપ તથા અઢીદ્વીપના નામે ઓળખાય છે. કર્મકાંડમાં અને શાસ્ત્રમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદ્વીપ ના નામે ઓળખાય છે. જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જગ્યા છે કે જ્યા મહાલક્ષ્મીનો પાર્દુભાગ સૌપ્રથમ આ જગતમાં થયો હતો એ જ જગ્યા છે જેનો ઉલ્લેખ પરામ્બા વિલાસ નામના પુસ્તકમાં મળે છે આ દેવી કદંબવાસીની કમલાસના છે.

રામ વન મીની અયોધ્યા

દેવી પુરાણમાં તેનું સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગિરી ઉપર ગણાય છે ગુજરાતમાં એક ચોથું સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાચલ શેત્રુંજી નદીના કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે. 60 થી 70 વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતું હતું ગામનું નામ બદલાયું પણ પહાડ નું નામ એનું એ જ છે (રેવન્યુ દફતરે તો હજુ એ બોદાનાનેસ તરીકે જ ઓળખાય છે)

કદમ વનવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમ (કદંબ) ગીરી કહે છે. કૌલ સાધકો જે મહાન સિ ધ્ધો હોય છે તે પહાડ ઉપર શિખરે જતાં પૂર્વે ડાબી તરફ લીમડાનું પુરાણું ઝાડ હતું , 70 વર્ષ પહેલા તે સ્થાને ઊંડી બખોલો અમે જોઈ હતી તે ખાડાઓ આ સાધુના ભોંયરા હશે જેમાં રહી તે સંતો અહી ઉપાસના કરતા હશે.આ પહાડ અને આ પહાડને સંસ્કૃતમાં કૌલંબા (કૌલ-અંબા) કૌલ સાધુની કોળાંબા કહેવામાં આવે છે તેમજ કમળા ભવાની પણ કહે છે ત્યાંના સ્થાનિક વતનીઓ આજે પણ આ ડુંગર ની તે હકીકત તપાસના તદ્દન ખરી લાગે છે.

લોકવાયકા પ્રમાણે એવું માનવામાં આવે છે કે આપણા સૌરાષ્ટ્રના મહાન સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા એમના સાધનાકાળ દરમ્યાન અવારનવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ અહીં આવી કરતા હતા.

કમળાઈ હોળી ઇતિહાસ

આ દેવીએ વિષ્ણુની અર્ધાંગના બનવા માટે ફાગણ સુદ-૧૪ (ચૌદશ) ને દિવસે અગ્નિ જ્યોતમાં પોતાને પરિવર્તન કર્યા તેથી તે દિવસ કમળા ઉતાસણી તરીકે પુરા ભારતમાં પ્રખ્યાત છે. આ કમળા દેવીના દેહવિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા તેથી તે લક્ષ્મીદેવી ગણાય છે કમળાદેવી નો સ્વેચ્છાએ નવો અવતાર કે નુતનાવરણ તે લક્ષ્મી છે. શ્રીમદ ભાગવતની કથા (વેદવ્યાસ) મુજબ આઠમાં સ્કંધના આઠમા અધ્યાયમાં ૭ થી ૧૦ શ્લોકમાં સમુદ્રમંથનની વાત કરવામાં આવી છે જેમાં દેવ અને દાનવો વચ્ચે મંત્રણા કરી સમુદ્ર મંથન કરી અમૃત મેળવવાની યોજના તૈયાર કરી જેમાં અનુક્રમે ૧૪ રત્નો અને મહાલક્ષ્મી નીકળે છે દેવી ભાગવતની કથા પ્રમાણે શક્તિના નવમા અવતાર શ્રી મહાલક્ષ્મી તરીકે સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થાય છે જે વાત પ્રસિદ્ધ છે.

કમળા હુતાસણી કેવી રીતે પહોંચવું

ડુંગર પર બિરાજમાન માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે બેથી અઢી કિલોમીટરનું ટ્રેકિંગ છે અથવા તમે સીડીઓ દ્વારા જવું હોય તો અંદાજીત ૧૭૦૦ સીડી છે તેનો ઉપયોગ કરી શકો છો

આ સફર દરમિયાન રસ્તામાં તમે ખૂબ પ્રકૃતિ ને માણશો દૂરથી દેખાતો શેત્રુંજય ડેમ નો નજારો આજુબાજુમાં પથરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અને વન્યપ્રાણી થી સભર આ વિસ્તાર ક્યારેક ડાલામથ્થો સાવજ નો પણ ભેટો થઇ જાય તો ખ્યાલ રાખવો

આ દિવસે હજારો ભાવિ ભક્તો આવતા હોય તેથી તમારું વાહન નીચે તળેટીમાં જ પાર્ક કરી દેવું એવી સલાહ છે બાકીના દિવસોમાં તમે તમારી ફોરવીલર કે ટુ વ્હીલર છેક ઉપર સુધી લઈ જઈ શકશો પણ કમળા ઉતાસણી ના દિવસે ના લઈ જશો કારણકે ટ્રાફિક એટલું બધું હોય છે કે ચાલવામાં પણ મુશ્કેલી પડે જો વાહન લઇને પહોંચ્યા તો પછી બહાર કાઢવું ખૂબ મુશ્કેલ થશે

કમળા ઉતાસણી અંગે એવી માન્યતા પ્રચલિત છે કે, વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવીએ ફાગણ સુદી 14ને દિવસે અગ્નિજયોતમાં પોતાને પરિવર્તન કર્યા તેથી તે દિવસને પુરા ભારત ભરમાં કમળા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે

ક્યાં આવેલું છે

ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે કદમગીરી ડુંગર પર કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાર બાદના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત દંપતીઓ ઉતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે.

અહી કમળાઈ માતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા હુતાસણીની ઉજવણી કરવા માંટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજુર-દાળિયા-પતાસા ની આહુતિ આપી ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે.

Leave a Comment