નમસ્કાર ગુજ્જુ આર્મી હમણાં જ મેં મારા પ્રવાસ દરમિયાન મુલાકાત લીધી ઊંચા કોટડા ના ભેખ પર બેઠેલ માં ચામુંડાના મંદિરની અને કર્યા તેના દર્શન અને માના દર્શન કરી હું ધન્ય થયો. હું મારા આ પ્રવાસના અનુભવો આપની સાથે શેર કરીશ જેથી આપ પણ માતાજીના દર્શન કરવા જાવ તો તમને આ લેખ ઉપયોગી થશે.
ચંડ મૂંડ માર્યા, દેવો તાર્યા, અમોને ઉગાર્યા ઉંચા કોટડાના ભેખ પર બેઠેલ મા ચામુંડ ની આજે હું તમને વાત કરીશ
ઊંચા કોટડા નો ઇતિહાસ
વર્ષો પહેલા કહેવાય છે કે મારવાડમાં ત્રણ ત્રણ વર્ષના દુકાળ થયા જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડા ના અનન્ય ભક્ત હતા, આ દુકાળને પરિસ્થિતિથી વ્યાકુળ થઈને જહાજે ભીલે માતાજીને પ્રાર્થના કરી કે હે માં દુકાને આ કપરી પરિસ્થિતિમાંથી કંઈક રસ્તો નીકળે એવું બતાવો માતાજી અને જહાજે ભીલ પરદે વાતો કરતા માતાજીએ જહાજી ભીલ ને કહ્યું કે મારવાડ છોડી આપ કાઠીયાવાડ જાવ