Gram Yaatra Bhavnagar | ગુજરાતનું પહેલું એગ્રો ટૂરિઝમ પ્લેસ | Gram Yaatra Travel Guide

Gram Yaatra Bhavnagar | Gujarat’s first agro tourism project In Bhavnagar

દરેકને પોતાનું વતન ગામડું ખૂબ જ વાહલુ હોય છે. પોતાના સપનાઓ પુરા કરવા એ હૈયાના હાર સમાન ગામડું છોડી શહેર કે વિદેશ તરફ જવું પડે છે. તેમ છતાં પણ તેને ગામડું હંમેશા યાદ આવતું રહે છે. જ્યાં બાળપણના અમૂલ્ય દિવસો વિતાવ્યા  હોય એ દરેક યાદો પોતાની સાથે હંમેશા રહેતી હોય છે.

બાળપણના મિત્રો ગામની શેરીઓ, ચોક, શાળા મંદિર, રમતના મેદાન, ગામ ની દુકાન, નવરાત્રિના મંડળ, ગામ નો જાપો, પાદર વગેરેની યાદો નાજુકાઈથી આપણા મનમાં કોતરાઈ ગયેલ હોય છે, જે અવિસ્મરણીય હોય છે તો આવો આ લેખની મદદથી  હું તમને તમારા બાળપણમાં પાછા લઈ જઈશ.

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં  સૌથી પહેલું એક એવું એગ્રો ટૂરિઝમ પ્લેસ બનાવવામાં આવ્યું છે. જેનું નામ ગ્રામ યાત્રા (Gram Yaatra) છે. જ્યાં ગામડાનું અને ખેડૂતનું જીવન કેવું હોય અને કેવી રીતે જીવાય તેની વાસ્તવિક અનુભૂતિ કરાવવામાં આવે છે.તો આવો આપણે જાણીએ ગ્રામ યાત્રા વિષે.

Gram Yaatra Bhavnagar Video

[su_youtube url=”https://youtu.be/5mvfvvt3C_0″ title=”Gram Yaatra Bhavnagar | Gujarat’s first agro tourism place | Gram Yaatra A To Z Travel Guide”]

ગ્રામ યાત્રામાં કરવામાં આવતી એક્ટિવિટી

  1. 1. ટ્રેડિશનલ વેલકમ-Traditional Welcome
    2. બળદગાડા ની સવારી
    3. રેઇન ડાન્સ
    4. રૂરલ એક્ટિવિટી- ઘંટલો ,રવૈયો, ખાંડણિયો વગેરે
    5. ફાર્મ tour – માં ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઓજારો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
    6. એડવેન્ચર ઝોન માં ઝુલતો પુલ , ટાયરની ની ફ્રેમ ,વડલાની વડવાઇ ના હીચકા
    7. 750 ચંદનના ઝાડ વચ્ચેનો રિલેક્સેશન ઝોન – હીચકા
    8. 20 કરતા વધારે ટ્રેડિશનલ ગેમ- લખોટી, ભમરડો ,રસ્સાખેંચ ,કોથળા દોડ ,મટકી દોડ ,તીરંદાજી ,ત્રિપગી દોડ, નારગેલ ,ડિસ્ક ફેક ,ફુલરેકેટ હોલીબોલ વગેરે
  • તમામ એક્ટિવિટી મેનેજમેન્ટ દ્વારા નક્કી કરેલ નિયત સમયે કરવામાં આવે છે. આ એક્ટિવિટીમાં મેનેજમેન્ટ દ્વારા વધઘટ પણ થતી રહે છે જેનો ખ્યાલ રાખવો.
    9. Tour guide
    10. વગેરે

Gram Yaatra Food  Facility – ભોજન

  • સવારે- ચા અને નાસ્તો.
  • બપોરે – દેશી ચૂલા પર બનેલું કાઠીયાવાડી ભોજન અનલિમિટેડ.
  • સાંજે -ચા અને નાસ્તો વગેરે આરોગી શકો છો.
  • ખાસ અહીના ભોજનની ખાસ વાત એ છે ભોજન બનાવવાવ માટે નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને દેશી સ્ટાઇલથી બનાવવામાં આવે છે.

Gram Yaatra eco friendly facility

  • ગ્રામ યાત્રા ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો અહીંયા નાના-મોટા ભૂંગા બનાવવા માટે સ્ટ્રક્ચરમાં નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે ગાયના છાણથી લીપણ, વાંસ, બાજરીની કડબ માંથી બનાવવામાં આવેલ છત,ગેરુનો કલર વગેરે.
  • પાણી પીવા માટે માટીનો લોટો, ચા પીવા માટે માટીનો ગલાસ, ભોજન પીરસવા માટે માટેની કુવડી વગેરે,

Gram Yaatra Timing

  • 1st August to end of February – Full Day Timing 9 am To 6 pm
  • 1st August to end of February – Half Day Timing 1 pm To 6 pm
  • After March 1 (monsun) until the rains come – Evening Timing 3 pm To 7:30
  • Guj– ગ્રામ યાત્રાના ટાઈમિંગ માં સીઝન ને અનુરૂપ ફેરફાર થતો રહે છે માટે જતા પહેલા મેનેજમેન્ટ સાથે સંપર્ક કરીને ફાઇનલ ટાઈમિંગ જાણી લેવું ખુબ જરૂરી છે.
  • Eng – The timing of the village trip varies according to the season, so it is important to know the final timing by contacting the management before leaving.

Gram Yaatra Booking Process

you can call between 7 p.m. to 10 p.m. on following helpline number

Gram Yatra bhavnagar contact number

For Booking : 9998150707

For Enquiry : 8866250303, 9054744040

Gram Yaatra Address

લોકેશન – ગ્રામ યાત્રા ફરીયાદકા ની બાજુમાં આવેલ સોડવદરા ગામ
ભાવનગર થી 15 કિલોમીટર
સીદસર થી 7 કિલોમીટર

Gram Yaatra Address / Location

At Sodvadar, Via Fariyadka, Sidsar-Vartej Road,Bhavnagar,Gujarat 364 060

Sodvadra village near Fariyadka village

15 kilometers from Bhavnagar

7 kilometers from Sidsar

તો મિત્રો આ હતો  gram yaatra bhavnagar / ગ્રામ યાત્રા નો લેખ મને આશા છે ગ્રામ યાત્રા/gram yaatra  વિશે તમને ઘણું જાણવા મળ્યું હશે. આ લેખની સાથે વિડિયો ને પણ એડ કરેલો છે. આ વિડીયો નામ માધ્યમથી તમે gram yaatra bhavnagar / ગ્રામ યાત્રાની વર્ચ્યુઅલ સફર કરી શકશો.આ સિવાય તમે અવ-નવા પ્રવાસ સ્થળ વિશે જાણવા માગો છો તો અમને telegram – facebook અને  youtube ચેનલ પર ફોલો કરવાનું ભૂલશો નહીં

1 thought on “Gram Yaatra Bhavnagar | ગુજરાતનું પહેલું એગ્રો ટૂરિઝમ પ્લેસ | Gram Yaatra Travel Guide”

Leave a Comment