Salangpur Hanumanji | સાળંગપુર હનુમાનજી મંદિર

Salangpur Hanumanji મહારાજ જેને આપણે કષ્ટભંજન દેવ તરીકે ઓળખીએ છીએ કેમ દાદાને લોકો કષ્ટભંજન દેવ કહે છે કારણકે અહીં આવતા ભક્તો ના જ નહીં પરંતુ શ્રદ્ધાથી દુનિયામાં કોઈ પણ સ્થળે બેઠા-બેઠા માત્ર શ્રદ્ધા અને આસ્થાથી દાદાના ધ્યાન માત્રથી તમામ દુઃખ, દર્દ, પીડા દાદા હરી લે છે

salangpur hanumanji daily darshan

આલેખ ના વાંચન માત્રથી આ લેખના વાંચન માત્રથી કષ્ટભંજન હનુમાનજી મહારાજની તમને માહિતી જાણવા મળશે સાથે જ તમે ભવિષ્યમાં દાદાના દર્શને જવાનું વિચારશો તો આ લેખ તમને ખૂબ ઉપયોગી થશે

salangpur hanumanji photo

મને અને તમને તકલીફ પડે ને ત્યારે હનુમાન જ કામ આવે, ખાલી મનમાં શ્રદ્ધાથી નામ યાદ કરો ને તો તમારા તમામ પ્રકારના દુઃખ, દર્દ અને પીડા દૂર થાય છે એવા ચમત્કારી દેવ જે લોકોના કષ્ટ હરે છે એટલે તેને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં બિરાજમાન છે. આજે આ મંદિરનો ઈતિહાસ, કેવી રીતે પહોંચી શકય તથા રહેવા અને જમવાની વ્યવસ્થા શું છે તે તમને જણાવીશું.

salangpur hanumanji hari mandir

દાદાના દર્શન માત્રથી જ તમામ ભાવિ ભક્તો ના દુઃખ માંગીને ભૂકો થઇ જાય છે માત્ર તમે આ લેખ વાંચી રહ્યા છો પણ તો એ સિવાય સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ ભૂત-પ્રેત અને પીડાના નિવારણ માટે પણ ખૂબ જાણીતું છે શત્રુ પીડા કે પછી ગ્રહપીડા જે પણ કોઈ પીળા હોય તો દાદાના દર્શન માત્રથી તે દૂર થાય છે

સાળંગપુર હનુમાનજી મંદિર નો ઇતિહાસ

salangpur hanumanji history પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદીર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.

સાળંગપુર હનુમાનજી

સાળંગપુર દર્શન સમય

સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શન માટે ના સમયની જો વાત કરીએ તો મંદિર 5:00 / 5:30 દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે અને 12:00 / 12:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે ત્યારબાદ 12:30 થી 3 :00 / 3:30 સુધી બંધ રહે છે અને ત્યારબાદ ફરીથી દર્શનાર્થીઓ માટે તેને ખુલ્લું મૂકવામાં આવે છે જેનો ભાવી ભક્તોએ ખાસ ખ્યાલ રાખવો.

Salangpur Hanumanji Daily Darshan Time

 

Mangla Aarti (Morning)5:30
Bal Bhog (Darshan Closed) (Morning)6:30 to 7:30
Shangar Aarti (Only on Saturdays & Tuesdays) (Morning)7:00
Rajbhog – Thal (Darshan Closed) (Morning)10:30 to 11:00
Darshan Closed (Noon)12:00 pm to 3:15 pm

સાળંગપુર ભાવનગરથી માત્ર ૮૨ કી.મી. દુર આવેલુ હોય, કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખુબજ ભીડ હોય છે.

સાળંગપુર મંદિર કેવી રીતે પહોંચી શકાય

જો તમે તમારુ પ્રાઈવેટ વાહન લઇને દાદાના દર્શને આવો છો તો સાળંગપુર હનુમાનજી મંદિર બોટાદ જિલ્લામાં આવેલું છે આ મંદિર ભાવનગર થી 88 કિલોમીટરના અંતરે આવેલું છે અને અમદાવાદથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે

વિમાન દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિર પહોંચવા માગો છો તો ભાવનગર એરપોર્ટ માત્ર 82કિમી દૂર આવેલું છે ટ્રેન ની મદદથી આવા માંગો છો તો બોટાદ રેલ્વે સ્ટેશન છે ત્યાંથી સાળંગપુર હનુમાનજી દાદાનું મંદિર માત્ર 10 km દૂર છે જો તમે બીજા અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ ની મદદથી આપવા માગો છો તો બોટાદ સુધી ઘણી બધી સરકારી અને પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા છે અને બોટાદ સ્ટેશનેથી તમને માત્ર ૧૫ થી ૨૦ રૂપિયામાં રીક્ષા મળી જશે.

રહેવાની વ્યવસ્થા

સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શને આવ્યા બાદ તમને ત્યાં રોકાવાની ખૂબ સારી વ્યવસ્થા મળી જશે અહીંયાં નિશુલ્ક પણ રોકાવાની વ્યવસ્થા છે સાથે જ તમે 100 રુપીયા થી લઈને તમારુ જેવું બજેટ એ પ્રમાણે AC/ NON AC વગેરે વ્યવસ્થા મળી જશે

વધારે વિગત જાણવા માટે અમારા youtube ચેનલ પર સાળંગપુર હનુમાનજી મંદિર વિશેની તમામ માહિતી શેર કરેલ છે જે વિડિયો નીચે આપેલો છે તો તમે તે જોઈને પણ વધારે માહિતી મેળવી શકો છો.

જમવાની વ્યવસ્થા

જમવાની સાળંગપુર હનુમાનજી મંદિરે ખૂબ સારી વ્યવસ્થા છે અહીં મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે ભોજનાલય શરુ હોય છે અહીં આવતા ભાવી ભક્તો દાદા નો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. અહીં પ્રસાદ આરોગ્ય બાદ તમને એવી અનુભૂતિ થશે કે દાદાના આ પ્રસાદનો સ્વાદ બત્રીસ જાતના પકવાન ખાવાથી પણ ના મળે, જ્યારે પણ તમે દાદાના દર્શને જાવ તો પ્રસાદ આરોગવાનું ભૂલશો નહીં તે સિવાય અહીં ખૂબ વિશાળ ભોજનાલય નું નિર્માણ શરૂ છે એ પણ ટૂંક સમયમાં બનીને તૈયાર થઇ જશે.

જાણો ઊંચા કોટડા વાળી માં ચામુંડા વિશે

મંદિરની ભોજનશાળામાં તમારે પ્રસાદ ના રોગો હોય તો તે સિવાય નાણાં ચૂકવીને તમારી પસંદનો જે પણ ભોજન આરોગવું હોય તેની પણ મંદિર પરિસરમાં વ્યવસ્થા છે

Shri Kashtabhanjandev New Bhojnalay

સાળંગપુર ગૌશાળા

સાળંગપુર હનુમાનજી મંદિરની મુલાકાતે તમે જાવ તો ત્યાં આવેલ સુંદર ગૌશાળાની મુલાકાત લેવાનું પણ ના ભૂલતા શ્રી કષ્ટભંજનદેવ ગૌશાળા આવેલી છે અને આ ગૌશાળા દ્વારા ગુજરાત સહિત ગુજરાત બહાર પણ પશુ મેળા અને પશુ સ્પર્ધામાં ખૂબ સારી એવી પ્રગતી કરી છે જ્યાં તમને ગૌશાળામાં પ્રવેશ કરતાંની સાથે જ તમે તેની સિદ્ધિઓ વાંચી શકશો

Salangpur Hanumanji વિશેની મારા પ્રવાસ દરમિયાન જે પણ અનુભવો રહ્યા તેની તમામ વિગત મારા વીડિયોમાં શેર કરેલ છે જે નીચે આપેલ છે તમે જોઈ શકો છો

YouTube player

આ હતી મિત્રો મારા Salangpur Hanumanji મંદિરની યાત્રા મને આશા છે કે અમારો આ લેખ તમને પસંદ આવ્યો હશે આવા જ પ્રકારના ગુજરાતના તમામ ધાર્મિક અને પ્રવાસ સ્થળ ને માહિતી મેળવવા માટે અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા વેબસાઇટ પર જોડાયેલા રહો અને તમને અમારી આ માહિતી પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર જોડે શેર કરવાનો પણ ભૂલશો નહીં

Leave a Comment