Ambaji Temple Gujarat | અંબાજી

Ambaji Temple Gujarat

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં Ambaji Temple Gujarat વિષે જાણવા ના છીએ, અંબાજી ટેમ્પલ તમે પણ જવાનું વિચારી રહ્યા છો તો ત્યાં કયા કયા સ્થળ જોવા જેવા છે, રહેવાની અને જમવાની શું વ્યવસ્થા છે, કેટલો ખર્ચ થશે અને કયા કયા આકર્ષણો છે તેમની વિશે આ લેખમાં હું તમને જણાવીશ.

વિશ્વભરમાં 51 શક્તિપીઠોમાં માનું હૃદય અરવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. ગુજરાતની ઉત્તરે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર વેદિક કુમારિકા સરસ્વતી નદી ની ઉત્તરે, આરાસુર પર્વતની અરવલ્લી ગિરિમાળા ની ગોદમાં ટેકરીઓ પર આશરે ૪૮૦ મીટરની ઉંચાઈએ દરિયાની સપાટીથી આશરે ૧૬૦૦ ફૂટ ઉંચાઈએ આવેલ છે અંબાજી કરોડો માતાજીના ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ભારતના શક્તિપીઠોમાં અંબાજીનું આદરભર્યું સ્થાન છે.

ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ આવેલા છે બહુચરાજી, પાવાગઢ અને Ambaji મેં મારા યાત્રાની શરૂઆત મંદિરમાં બિરાજમાન માં અંબે ના દર્શન થી કરી “બોલો જય માં અંબે” મંદિરમાં કોઇ મૂર્તિ નથી પણ માના દર્શન માટે અહીં સુવર્ણજડિત શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે મંદિરની બરાબર સામે વિશાળ ચાચર ચોક છે અને મંદિરની બાજુમાં ગોખમાં અખંડ જ્યોત સદાય પ્રજ્વલિત રહે છે.

અંબાજી મંદિર વિશે આ વાત તમે જાણો છો

મંદિરના અડધા શિખરને સુવર્ણજડિત કરવામાં આવ્યું છે તેનું કાર્ય શરૂ છે જે ટૂંક સમયમાં પૂર્ણ મંદીરને સુવર્ણજડિત કરી મંદિરને વધારે દેદીપ્યમાન કરવામાં બનાવવામાં આવશે.

શ્વેત સંગેમરમરથી નિર્મિત આ મંદિરની કલા કોતરણી અદભુત છે મંદિરનું શિખર 103 ફૂટ ઉછું છે શિખર ઉપર 358 સુવર્ણ કળશ સુશોભિત છે.અંબાજીમાતાનું આ તીર્થ સિદ્ધ ગણાયછે માર્કેન્ડેય પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે

Why is ambaji famous?

માનસરોવર

મંદિર બંધાય નો સમય નિશ્ચિત નથી પણ મંદિરના સ્તંભો પર 16 માં છૈકાના લેખો કોતરેલા જોવા મળે છે.મંદિરની પાછળ માનસરોવર છે.આ કુંડના છેડે 1854 ની સાલના સાલના સાલ નો ઉલ્લેખ જોવા મળે છે જેમાં રાવ માર્બલ ની રાણી નો ઉલ્લેખ છે કુંડમાં સ્નાન કરવાનો પવિત્ર મહિમા છે

રાજવી પરંપરા

અંબાજી એ દાતા સ્ટેટ નું ગામ છે. આ મંદિરમાં નવરાત્રી તથા કાર્તિકી પૂર્ણિમાના દિવસે દાતા ના રાજા સૌપ્રથમ પૂજા અર્ચના કરે છે પરંપરાની આ સેવાનો અધિકાર દાતાના રાજવંશ ને મળેલ છે અંબાજી ને એમની ઈષ્ટદેવી એટલે કે કુળ દેવી માનવામાં આવે છે આજે પણ આ પરંપરાને જાળવી રાખવામાં આવેલ છે.

ગબ્બર પર્વત

આરાસુરી અંબાજી માતાજીનું મુખ્ય મંદિર ત્યાંથી 2-3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર આવેલ છે.જ્યાં તમે માતાજીની મૂર્તિ અને અખંડ જ્યોત ના દર્શન કરી શકશો.

ગબ્બર પર્વત પર સ્થિત આરાસુરી અંબેમા સાથે જોડાયેલ ખૂબ પ્રસિદ્ધ લોક વાયકા

  • કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે તેમનું મુંડન અહીં કરવામાં આવ્યું હતું
  • શ્રી રામજીએ અહીં તપ કર્યું હતું જેના તપથી પ્રસન્ન થઈને માતાજીએ અસ્ત્ર-શસ્ત્ર અને વિદ્યા નું વરદાન પ્રદાન કર્યું હતું.

ગબ્બર પર્વત પર માના દર્શન કરવા માટે જવાના બે રસ્તા છે. એક તો તમારા સામર્થ્ય છે શક્તિ છે તો સીડી ની મદદથી 1000 – 1100 સીડી ચડીને માના દર્શન કરી શકો છો અને બીજો રસ્તો રોપવે જો કોઈ વડીલ વૃદ્ધને માના દર્શન કરવા માંગો છો તો રોપ-વેની પણ ખૂબ સારી સુવિધા છે

Gabbar Ropeway – ગબ્બર રોપવે વિશે માહિતી

મારા મુલાકાત દરમિયાન રોપવે ટુવે જવાની ટિકિટ 141 રૂપિયા અને વન-વે 119 હતી. રોપવે વિશે રસપ્રદ વાતો રોપવે ની કુલ લંબાઈ 300 મીટર છે અને તમારે તેમાં સફર કરવા માટે માત્ર તેમાં તમારે સફર કરવામાં માત્ર બેથી ત્રણ મિનિટ નો સમય લાગી શકે છે અને રોપવેના સફર દરમિયાન તમને ખૂબ સારો આકાશી નજારો જોવા મળશે

Ambaji Light and Sound Show

માં જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોને આપણે નિહાળી શકશું. મારી મુલાકાત દરમ્યાન આ લાઈટ અને સાઉન્ડ સોની કોઈ ટિકિટ હતી નહીં ત્યારબાદ જો સોમનાથ ની જેમ ટિકિટ લેવામાં આવે તો કંઈ કહી ન શકાય.

વધારે વાંચો સાળંગપુર હનુમાનજી વિષે

Ambaji Light Show Time

8:00 PM To 8:25 PM

મંદિરમાં ઉજવવામાં આવતા મહત્વના દિવસો

શનિવાર – રવિવાર, કાર્તિક પૂર્ણિમા, ભાદરવી પૂનમ, નવરાત્રી તથા ધાર્મિક ઉત્સવના દિવસે અહીં આવી લાખો ભક્તો માં ના દર્શનાર્થે આવે છે

not in list but bonus tips : અહીં ચોમાસામાં આવશો તો અહીંનો કુદરતી સૌંદર્ય અને પહાડોમાંથી વહેતા નાના મોટા ઝરણાને જોઈને મંત્રમુગ્ધ થઈ જશો તો હું તો કહીશ કે અહીં સોમાસામા જવાનો પ્લાન બનાવવાનું ના ભૂલતા
નહિ.

Ambaji Bhojnalaya

અંબાજી માતાના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો માટે જમવા માટેની ખૂબ સારી સારી વ્યવસ્થા છે અંબાજી ટ્રસ્ટ દ્વારા માત્ર ૧૬ રૂપિયા આપીને શુદ્ધ ગુજરાતી થાળી ભરપેટ જમી શકો છો.

accommodation facility in Ambaji – અંબાજી રોકાવાની વ્યવસ્થા

અંબાજી આવતા ભાવિ ભક્તો માટે અંબાજી મંદિરની આજુબાજુ માં રોકાવાની ઘણી બધી પ્રોપર્ટી છે તમારું જે પ્રકારનું બજેટ છે એ પ્રકારની રોકાવાની વ્યવસ્થા મળી જશે. ખાસ દિવસો ને બાદ કરતાં સામાન્ય દિવસોમાં વ્યક્તિ દીઠ માત્ર ૪૦૦ થી ૫૦૦ રૂપિયામાંરોકાવાની સારી સગવડ મળી જશે.

કેવી રીતે પહોંચી શકાય અંબાજી – How to reach Ambaji

માત્ર ૩૦ કિલોમીટરના અંતરે ખરેડી ગામ આવેલ છે જેને આપણે આબુરોડ તરીકે ઓળખીએ છીએ જે જે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. અંબાજી અમદાવાદથી 198 કિલોમીટર, મહેસાણા થી 128 કિલોમીટર તેમજ તમે વાયા પાલનપુર, દાતા અને ખેડબ્રહ્મા થી પણ જઈ શકો છો

Ambaji Temple Gujarat Address

Ta.Danta, Dist.B.k, Khodiyar Chowk, Ambaji, Gujarat 385110

Ambaji Temple Gujarat Timings

Wednesday 7:30–10:45am, 12:30–4:15pm, 7–9pm
Thursday 7:30–10:45am, 12:30–4:15pm, 7–9pm
Friday 7:30–10:45am, 12:30–4:15pm, 7–9pm
Saturday 7:30–10:45am, 12:30–4:15pm, 7–9pm
Sunday 7:30–10:45am, 12:30–4:15pm, 7–9pm
Monday 7:30–10:45am, 12:30–4:15pm, 7–9pm
Tuesday 7:30–10:45am, 12:30–4:15pm, 7–9pm

વધારે વાંચો ઉંચા કોટડા માં ચામુંડા વિશે

Ambaji  51 Shakti Peeth Yatra

પરિકમાનો સમય : સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી

એકજ જન્મમાં , એક સાથે , એકજ જગ્યાએ ૫૧ શકિતપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર

વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શકિતપીઠમાં માં નું હૃદય અરાવલ્લીની ગિરિમાળામાં ધબકે છે . ભારત ઉપરાંત નેપાળ , પાકીસ્તાન , શ્રીલંકા , તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજયો જેમ કે , પશ્વિમ બંગાળ , બિહાર , ત્રિપૂરા , મેઘાલય , આસામ , તામીલનાડુ , મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ , આંધ્રપ્રદેશ , ઉત્તરપ્રદેશ , હિમાંચલપ્રદેશ , હરિયાણા , પંજાબ , ઓરિસ્સા , રાજસ્થાન , કાશ્મીર જેવા રાજયોમાં સ્થિત મૂળ શકિતપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું ગબ્બર ૫૧ શકિતપીઠ પરિકમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલ છે .જેમાં શ્રધ્ધાળુઓ સમગ્ર દિવસ દરમ્યાન ૨.૫ કિ.મી. લાંબા પરિકમા માર્ગ પર તમામ ૫૧ મંદિરના દર્શન કરી શકશે .

Leave a Comment