જાણો અટલ બ્રિજ ટિકિટ, ટાઈમ ક્યાં આવેલો છે વગેરે આઇકોનિક ફૂટ ઓવર બ્રિજ વિશેની એ-ટુ-ઝેડ માહિતી ચાલો જાણીએ Atal Bridge Ahmedabad વિશે
Atal Bridge Ahmedabad
આઇકોનિક ફૂટ-ઓવર બ્રિજ દેશમાં તેના પ્રકારનો પ્રથમ છે. તે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેને પતંગો અને ઉત્તરાયણની ઉજવણીમાંથી પ્રેરણા લીધી છે
Ahmedabad New Bridge
પસંદ કરેલા રંગો પણ પતંગના રંગછટાને પ્રતિબિંબિત કરે છે. નદી ઉપર ચાલવાનો આનંદ અનુભવવા માટે આ કાચનો ફૂટ-ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ફક્ત ચાલવા માટે છે અને લોકો પુલ પરથી નદીની સુંદરતાનો આનંદ લઈ શકે તે માટે બેઠક વ્યવસ્થા પણ હશે. બ્રિજ પર થોડું ગ્રીન કવર રહે તે માટે વિવિધ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે
ગુજરાત સમાચાર માટે : અહી ક્લિક કરો
Bridge Timing
ફૂટ ઓવર બ્રિજ વિશે પણ હજી કોઈ અપડેટ નથી લોકાર્પણ પછી તેમની વિષે વધુ માહિતી જાણવા મળશે.
Bridge Ticket Price
મુલાકાતીઓ માટે Bridge Tickets 30 થી 50 રૂપિયા રાખવાની શક્યતા છે. હજી લોકાર્પણ થયું નથી લોકાર્પણ થયા બાદ ફાઈનલ ટીકીટ વિશે જાણવા મળશે.
અટલ બ્રિજ વિશે
- 2600 મેટ્રિક સ્ટીલનું વજન
- 300 મીટર બ્રિજની લંબાઈ
- 100 મીટર વચ્ચેનો સ્પાન
- ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ
- બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
- RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ
- રૂ.75 કરોડનાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.
Atal Bridge Features
- ગ્લાસની રેલિંગ
- પુલ ફક્ત ચાલવા માટે
- પતંગ આકારના સ્કલ્પચર
- આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે
- ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન
- વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર
- કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ
- 10 મીટરથી 14 મીટરની અંતરે ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા
- ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરીગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરીંગ.
- ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
અટલ બ્રિજ વિશે રોચક વાતો
- આ બ્રિજનું બાંધકામ એલિસબ્રિજ અને સરદારબ્રિજ ની વચ્ચે કરવામાં આવી રહ્યું છે
- વેસ્ટન ભાગમાં ફ્લાવર ગાર્ડન આવેલ છે.
- ઈસ્ટ ભાગમાં એક્ઝિબિશન સેન્ટર આવેલું છે
- ઈસ્ટ માં આવેલ મલ્ટીલેવલ પાર્કિંગ ને ફ્લાવર ગાર્ડન સાથે જોડીને બ્રિજ સાથે કનેક્ટ કરવામાં આવશે.
- નીચે આપેલ મેપની મદદથી તમે વધારે સમજી શકશો કે આ બ્રિજ કઈ જગ્યાએ સ્થિત છે.
આવા જ પ્રકારના લેટેસ્ટ પ્રવાસ સમાચારથી અપડેટ રહેવા માટે અમારી સાથે વોટ્સેપ અને ટેલિગ્રામ પર જોડા.
બીજા પ્રસિદ્ધ યાત્રાધામ વિશે જાણો