Don’t Miss Now Mogal Dham Bhaguda | ભગુડા મોગલ ધામ

જય મોગલ માં આજે મિત્રો હું તમને Mogal Dham Bhaguda ક્યાં આવેલું છે, ત્યાં રોકાવાની – જમવાની શું વ્યવસ્થા છે, તેની માટે નો કેટલો ખર્ચ થશે, ભગુડા મોગલ ધામ નો ઇતિહાસ, માં નું નામ કેમ મોગલ પડ્યું, ગામનું નામ કેમ ભગુડા પડ્યું વગેરે માહિતી આપની સાથે શૅર કરી

અત્યારે આપને હું જે સ્થળ વિશે જણાવવા જઈ રહ્યો છું એ સ્થળ પર બિરાજમાન માને ભાવિ ભક્તો ભાવથી કોઈ મોગલ કહે છે અને વળી કોઈ માંગલ, આ સ્થળ પર બિરાજમાન માં ને ચારણો અને આહિરો સૌરાષ્ટ્રનું હીર ગણે છે.

Mogal Dham Bhaguda

bhaguda mogal dham

કહેવાય છે કે ‘માગ્યા વગર મા પણ ના પીરસે” પણ આ તો એ માં કે ભાવથી, શ્રદ્ધાથી દુનિયાના કોઈપણ ખૂણે મનમાં ખાલી વિચાર કરી લો ને તો પણ તમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે એ તમને માંગવા પણ ના દે અને માંગવાની જરૂર પણ ના પડે, હા પણ શરત માત્ર એટલી છે કે આ પોકાર શ્રદ્ધાથી ભાવથી હોવી જોઈએ જો તેમાં સ્વાર્થ હોય તો આપની આ મનોકામના માં સાંભળશે નહિ કારણ કે તેમાં સ્વાર્થ ની દુર્ગંધ આવે છે નિસ્વાર્થ ભાવે જો તમે માને ભાવથી શ્રદ્ધાથી યાદ કરો ને તો એ તમારું તમામ દુઃખ દૂર કરે છે.

ભગુડા જવાનો રસ્તો

ભક્તોનું પરમ આસ્થાનું ધામ એટ્લે ભગુડા ગામ એ જ મોગલધામ આઈ શ્રી મોગલ માનું મંદિર.ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં ભગુડા ગામમાં આવેલ છે. આ સ્થળના અંતરની વાત કરીએ તો ભાવનગર થી 74 કિલોમીટર મહુવા થી ૨૩ કિ.મી અને તળાજા થી ૨૨ કિ.મી.ના અંતરે આવેલું છે.

ભગુડા ગામ

અહીંયા આવવા માટે તમને ભારતના કોઈ પણ શહેરમાંથી વાહન મળી જશે, અહીં સવાર અને સાંજના સમયે સરકારી બસ પણ આવે છે એ સિવાય ભગુડા ગામ મુખ્ય હાઈવેથી માત્ર 2 કિલોમીટર અંદર જ આવેલું છે. હાઇવે પરથી તમને અનેક પ્રાઇવેટ વાહનો અને રિક્ષાઓ પણ મળી જશે.

 • ભાવનગર થી ભગુડા કેટલા કિલોમીટર : 74
 • રાજકોટ થી ભગુડા : 216
 • અમદાવાદ થી ભગુડા : 243

મોગલ માં તુ ધીંગો ધણી, મોગલ માને બાપ,

માડિ તાજા, હાજા સૌ સુખી , એ મારી મોગલ માંનો પ્રતાપ.

મોગલ માંના ૨૧ નામો

 1. મોગલ આઈ
 2. માંગલ આઈ
 3. ડાઢાળીઆઈ
 4. મુંગુઆઈ
 5. લાડકીઆઈ
 6. મોગલેશ્વરાય
 7. મચ્છરાળીઆઈ
 8. હલ્કારીઆઈ
 9. રાધેશ્રીઆઈ
 10. મંગલાઆઈ
 11. શિરોમણી આઈ
 12. ચારણકુળ તારણીઆઈ
 13. ધાંધળીયાણી આઈ
 14. નવ લાખ નેજાળી
 15. મહાકાળી આઈ
 16. ગોરવીયાળા માં ગોરવી મોગલ કીધી
 17. હેમપાંબાળી : એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આપે તેવી
 18. મહેર વરસાવનાર એટલે મોગલ
 19. લોબળીયાળી
 20. ઓખાધરળવાળી આઈ
 21. લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે. ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે.

મોગલ મા નો ઇતિહાસ

ભગવતી આય ગંગામાં જે કચ્છ કોડાઈમાં બિરાજે છે એમને પૂછ્યું કે હે માં મોગલ માં વિશે બોલવું હોય તો શું બોલાયએમને ખુબ સરસ જવાબ આપ્યો બેટા મોગલ માં 12 વરસ સુધી બોલ્યા નથી. મૌન હતા અને માણસે જ્યાં સુધી બીજાનું કલ્યાણકારી બોલી ન શકાય ત્યાં સુધી મૌન રહેવું જોઈએ.

પણ જયારે દુશ્મનોનો ત્રાસ – અત્યાચાર વધવા લાગ્યો ત્યારે મા પોતાના બાળકોના રક્ષણ માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ક્રોધિત થાય છે ક્રોધ કરવો એને ગમતો નથી, વિનાશ કરવો એને ગમતો નથી પણ જ્યારે એવો સમય આવે ત્યારે તેને એ કરવો પડે છે.

માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ માં મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને અંદાજ ન હતો. મોગલ માંના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે.

Gujarati news for Gujarati : Click Here

માતાજી ગાડા, ધોડા પર માંની જાન આવી, માંને તેમના પિતાશ્રીએ ૧૫ જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમય દિકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માંના લગ્ન એ સમય અખાત્રીજના થયા.

પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પુછયા પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરીચય પણ આપ્યો.

Bhaguda Gam Aj Mogal Dham

આગળ ચાલતા ચાલતા ગામ આવ્યું અને ગામના પાદરમાં ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલ માંના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ-નગારા લઈને આવ્યા.

પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે ‘દસૈયુ’ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે પરંતુ મોગલ માંએ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે વાંજીએ રસ્તામાં ઘણી બધી વાતો કરી અને માહિતી આપી તેમના માટે મેં તેને શાબાશી તો આપી નહીં. એમ કહી કવિરાજ બોલ્યા કે ‘સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગે’ એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોનાં રીત-રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માંનો ભ્રમર ફર્યા અને માંએ સામે નજર કરી કહ્યું, ‘એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી’ ઉપરાંત કહ્યું કે આઈ માંને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી.

લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી અને ત્યારે માં કોપાયમાન થયા, માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું.

લોબળીયાળી, ભેળીયાવાળી, મછરાળી છો તું આઈ
હો ભૂલ અમારી દીન દયાળી, ક્ષમા ક્ષમા મોગલ આઈ

માતાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાવી લે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય તું ને માર તોય તું’ એટલે માંએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.

મોગલ માં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે, ‘ બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબડીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે.

મોગલ માંનું જન્મસ્થળ

મોગલ માં ની પ્રાગટ્ય ભૂમિ ભીમરાણા

મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે, આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માંના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ માં’ ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે. માં મોગલ નો જન્મદિવસ એટલે વૈશાખ સુદ 13 એ માતા નો જન્મદિવસ છે.

ભગુડા ગામ નો ઇતિહાસ

ભગુડા ગામ નું નામ કેમ ભગુડા પડ્યું એમની પાછળ પણ એક લોકવાયકા છે ભગુડાગામ એ ભ્રુગુ ઋષિની તપોભૂમિ હોવાનું મનાય છે એટલા માટે આ ગામનું નામ ભગુડા પડ્યું એવું ઇતિહાસ કહે છે.

મોગલધામ ભગુડા નો ઇતિહાસ

દાન અલગારી લખે છે.. હે માં તું કેવી છો? તારું વર્ણન કેમ કરું, હે મા મોગલ તને પાય લાગીએ, વંદન કરીએ હે માં તું ક્યાં બિરાજે છે.

ડાઢાળી દેવ એવી,

એ સુર નાગ નર સેવી,

તુને કેવડી ક કેવી હે મોગલ માડી.

મોગલ ધામ ભગુડા નો ઇતિહાસ ૪૫૦ વર્ષ પ્રાચિન છે, ભગુડા ધામ અનેરૂ મહત્વ રહેલુ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે એક હાથ ના ખોબા જેવડું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલના બેસણા છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ

માડી તારા ખાંડા ને ખડક રણમાં ખખડ્યાં,

માડી ત્યાં તો લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા,

હે માં તું સિંહણ થઈને ગરજી ડુંગર ગાળીએ.

bhaguda mandir drone view

એવું કહેવાય છે કે આ ગામમાં અંદાજે ૪૦૦ થી ૪૫૦ વર્ષ પૂર્વે દુકાળ પડયો હતો આ દુકાળની કપરી પરિસ્થિતિમાંથી બચવા માટે આહિર સમાજના પરિવારો ગીર રહેવા માટે ચાલ્યા ગયા હતા.

ત્યાં ચારણ અને આહિર જ્ઞાતિના બે બહેનો વચ્ચે સગી બહેન કરતાં પણ વધારે સંબંધ બંધાયો હતો ચારણ જ્ઞાતિના મહિલા ના નેસમાં માં મોગલ ના બેસણા હતા. કામળીયા આહિરના બહેનને ચારણ મહિલાએ કાપડામાં મા મોગલ ને આપ્યા અને કહ્યું લે મારી બહેન હું તને કપડા માં મોગલ દઉં છું.

અમારા ગીરમાં તો તમામ માલધારી ના દુખડા આઇએ દૂર કર્યા છે આઈના પ્રતાપે ‘સૌ તાજા, સાજા અને સુખી છે’ તમે પણ આઈનું સ્થાપન કરજો માં તમારા દુખડા પણ દૂર કરશે.આમ ભગુડા માં મોગલ ના બેસણા થયા.

દિલથી કરેલી મદદ…♥

હૃદયથી કરેલો પ્રેમ…🤝 અને

મુખેથી લીધેલુ મોગલ નું નામ

ક્યારે યવ્યર્થ નથી જતુ ♥

ભગુડા નો ડાયરો – Bhaguda Patotsav

ભગુડા જૂના મંદિરનો જીર્ણોદ્ધાર વૈશાખ સુદ12 ના દિવસે કરવામાં આવ્યો અને આ દિવસને પાટોત્સવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે ભગુડામાં ખૂબ જ ભવ્ય લોકડાયરો – Bhaguda Patotsav હોય છે આ ડાયરામાં ગુજરાતના નામી અનામી અને કલાકારો હાજરી આપે છે. ખાસ વાત કે એક કલાકાર ની ફી જેવા તેવા માણસથી ચૂકવી ન શકાય એવા કલાકારો અહીં તદ્દન ફ્રી કોઈપણ જાતની ફી લીધા વગર માના ચરણોમાં પોતાની કલા પીરસે છે. આ ડાયરામાં લાખો લોકો ગુજરાત ભરમાંથી હાજરી આપે છે.

ભગુડા ધામ

ભગુડા આવતા ભાવિ ભક્તો માટે ભોજનશાળા અને રોકાવાની ખૂબ સારી વ્યવસ્થા છે જેમની વિશે હું તમને જણાવું

ભોજન શાળાનો સમય

 • બપોરે 12:00 થી 03:00
 • રાત્રે 08:00 થી 10:00

ભગુડા આરતી નો સમય

 • પ્રાતઃ આરતી : 05:00
 • સંધ્યા આરતી : 7:00

ભગુડા મંદિર નો સમય

ભગુડા મંદિર ૩૬૨ દિવસ અને 24 કલાક ખુલ્લું જ રહે છે

મંદિરે ઉજવાતા ઉત્સવો

હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું એવા દિવસો જે દિવસોમાં ભાવી ભક્તોની માતાજીના મંદિરે ખૂબ ભીડ હોય છે. આસો અને ચૈત્ર નવરાત્રી

 • આસો અને ચૈત્ર નવરાત્રી
 • મંગળવાર
 • રવિવાર
 • તહેવારોનો દિવસ
 • તેમજ માતાજીના પાટોત્સવ નો દિવસ

આ તમામ દિવસોએ ભક્તો પુષ્કળ પ્રમાણમાં માતાજીના દર્શનાર્થે આવે છે

Bhaguda FaQ

ભોજન શાળાનો સમય

બપોરે 12:00 થી 03:00
રાત્રે 08:00 થી 10:00

ભગુડા આરતી નો સમય

પ્રાતઃ આરતી : 05:00
સંધ્યા આરતી : 7:00

ભગુડા મંદિર નો સમય

ભગુડા મંદિર ૩૬૨ દિવસ અને 24 કલાક ખુલ્લું જ રહે છે

ભગુડા નો વિડીયો

મોગલ માં ના પરચા

બીજી વધારે ઐતિહાસિક વાતો જાણો

કેવો લાગ્યો મિત્રો Mogal Dham Bhaguda નો લેખ આશા છે ભગુડા ધામ વિશેની તમામ માહિતી આપને મળી ગઈ હશે તો આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર જોડે જરૂર થી શેર કરજો કદાચ માં મોગલ વિશે ની આ રસપ્રદ વાતો તે નહીં જાણતા હોય. એક વખત માના દર્શન કરવા જરૂર જજો જય માં ભગુડા વાળી મોગલ.

Leave a Comment